પંચમહાલના અભેટવા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગામડું બેઠક અંતર્ગત સભા પરિવર્તન અને જનજાગૃતિ માટે પ્રથમબેઠક યોજાઇ. હાલોલ તાલુકાના અભેટવા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગામડું બેઠક અંતર્ગત પ્રથમ બેઠક યોજવામાં આવીહતી જેમાં આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા સત્તા પરિવર્તન કરી ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન હાથ ધરતા પ્રચાર-પ્રસારની કામગીરી નક્કી કરાઈ હતી
અને અભેટવા ગામે ગ્રામજનોની સાથે બેઠકમાં તેઓની પાયાની સુવિધાઓની સમસ્યાઓની જાણકારી મેળવી વર્તમાન ભાજપા સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરી આમ આદમી પાર્ટીને સાથ-સહકાર આપી વધુ મજબૂત કરી વિધાનસભાની ચૂંટણીમાં મત આપવા અપીલ કરાઇ હતી આ પ્રસંગે આમઆદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી મુક્તિ જાદવ, તાલુકા પ્રમુખ વિશાલ જાદવ, શહેર પ્રમુખ જયદેવસિંહ જાડેજા,તાલુકા પ્રમુખ યુવરાજસિંહ સોલંકી, ઉપ પ્રમુખ બલવંતસિંહ જાદવ સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.