પાટણ વાડા વાલ્મિકી સમાજ સંગઠન આયોજિત ધારણોજ ગામની પાવન ભૂમીમાં સમાજનો પ્રથમ સમુહ લગ્નોત્સવ આજેસંતો-મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ સમગ્ર સમાજની પ્રેરક ઉપસ્થિતિમાં ધામધૂમથી યોજવામાં આવ્યોહતો.આ સમુહલગ્ન સમારંભમાં અગિયાર નવદંપતીઓએ ચોરીના ફેરા ફરીને પ્રભુતામાં પગલા પાડયા હતા.આ પ્રસંગે નરભેરામઅન્નક્ષેત્ર આશ્રમ ના સંત દોલતરામ મહારાજ એ ઉપસ્થિત રહીને નવદંપતીઓને સુખી જીવનના આશીર્વાદ આપી વાલ્મિકી સમાજ જેવા નાના સમાજે સમૂહ લગ્નોત્સવની દિશા અપનાવી છે
તેને અભિનંદન આપી સમાજમાંથી વ્યસનો, અંધશ્રદ્ધા, કુરિવાજો અને ખોટા સામાજિક ખર્ચાઓમાંથી બહાર નિકળી શિક્ષણ અને સામાજિક જાગૃતિ ક્ષેત્રે આગળ વધવા તેમણેવાલ્મિકી સમાજને અનુરોધ કર્યો હતો અને આયોજકોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે રાજકિય આગેવાનો પૂર્વ મંત્રી રણછોડભાઈદેસાઈ, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી પટેલ, પાટણ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા અશ્વિન પટેલ, પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશમંત્રી ગંગારામ કે. સોલંકી સહિત સમૂહલગ્ન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.