બનાસકાંઠા-થરાદ સાંચોર હાઇવે પર ગત મોડી રાતે એટલે 16 ઓગસ્ટનાં રોજ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતાં. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. થરાદ સાંચોર હાઇવે પર મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. સુરેન્દ્રનગરનાં 5 વ્યક્તિઓ પોતાની કાર લઇને થરાદથી સાંચોર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન મોડી રાતે સામેથી આવી રહેલી ટ્રક સાથે તેમની કાર ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતમાં કારમાં બેઠેલા 5 માંથી 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. જ્યારે ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા જ થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે ઇજાગ્રસ્ત પ્રવીણભાઇ ઠાકોરે જણાવ્યું કે, અમે રાજસ્થાન બોર્ડર ફક્ત આઠ કિમી દૂર હતી.અને હાઇવે પર સામેથી વાહનની લાઇટનો ફોક્સ આવતા આગળ જતી ટ્રકના દેખાઇ અને આ ગોઝારો અકસ્માત રાત્રે સર્જાયો અને એ પછી શું બન્યું એ બિલ્કુલ યાદ નથી. ઘટનાની જાણ થતાં પાટડી ઠાકોર સમાજના ગોગી ઠાકોર સહિતના યુવાનો રાજસ્થાન દોડી ગયા હતા અને શનિવારે પાટડીમાં નીકળેલી અંતિમયાત્રામાં લોકોએ જોડાઇને શ્રધ્ધાંજલી આપી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -