અકસ્માતના બનાવો રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કરીને દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. નવો મોટર વ્હીકલ એકટ અમલમાં આવ્યા બાદ પણ અકસ્માતની ઘટના અટવાનું નામ જ નથી લઈ રહી. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજયું છે. મળતી માહિતી અનુસાર બોટાદ ગઢડા રોડ પર કાર ડિવાઈડર સાથે અથડાતા ગઢડાના પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એકની ઘટના સ્થળે મોત નિપયુ હતું જ્યારે અન્ય પાંચ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ઘારી હતી.