ભાવનગરમાં જુડોની રાષ્ટ્રીય ક્ક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ સ્પર્ધા શરુ થાય તે પહેલા જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.. ભાવનગરમાં આવેલ સ્પોર્ટ કોમ્પલેક્ષમાં 65મી ઓલ ઈન્ડિયા નેશનલ જુડો કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યુ હતું. સ્પર્ધામાં દેશના 38 રાજ્યોની ટીમો ભાગ લેવા આવી હતી. આ સ્પર્ધા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી. જોકે કાર્યક્રમની શરુઆતમાં જ વીજળી ગુલ થઈ ગઈ હતી. જેને લઈને મંત્રી, સચિવ સહિતના મહાનુભાવોએ થોડા સમય માટે અંધારામાં જ બેસી રહેવાનો વારો આવ્યો હતો. જોકે વીજળી ગુલ થતાં જ તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા અને બાદમાં જનરેટર ચાલુ કરીને કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો. ઉલેખનીય છે કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ઇન્ડોર હોલ ખાતે 65મી નેશનલ સ્કૂલ ગેમ જુડો ચેમ્પિયનશિપનું ઉદઘાટન ગુજરાત રાજ્યના રમત ગમત મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ ડીડી કાપડીયા, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર અર્જુનસિંહ રાણા અને લીલા ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન કોમલકાંત શર્મા ઉપસ્થિત રહ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -