મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ગોરેગાંવમાં એક સ્ટુડિયોમાં ભयंકર આગ લાગી હોવાનું જાણવા મળ્યુ છે.. આગ લાગવાની ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે બનાવની જાણ થતા 8થી વધુ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
માનવામાં આવી રહ્યું છે કે જે સ્ટૂડિયોમાં આગ લાગી હતી ત્યાં પ્રભાસ અને સૈફ અલીની ફિલ્મ આદિપુરુષનુ શુટિંગ ચાલી રહ્યુ હતું. જોકે, આ આગની ઘટનામાં કોઈને પણ કોઈપણ પ્રકારની ઈજા પહોંચી નથી. અત્યાર સુધી જે સૂચના મળી રહી છે તે પ્રમાણે કોઈ જાનહાની થવાના સમાચાર નથી.
મળતી માહિતી મુજબ, મંગળવારની સાંજે આશરે 4:30 વાગ્યાની આસપાસ ગોરેગાંવમાં આવેલ એક સ્ટુડિયોમાં લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરુપ લેતા દોડધામ મચી જવા પામી હતી.
જ્યારે આગ લાગી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જે આગ પર કાબૂ મેળવવાની કોશિશમાં લાગી ગઈ છે. આ બનાવમાં હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. જોકે, સ્ટૂડિયોમાં રાખવામાં આવેલ શૂટિંગનો સામાન, ખુરશીઓ અને બાકી સામાન બળીને ખાખ થઈ ગયો છે.