વૈશાખ સુદ ત્રીજ ,અખાત્રીજ અને અક્ષય તૃતિયા પણ કહેવાય છે.આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમસંવત મુજબ વર્ષના સાતમા મહિનાનો ત્રીજો દિવસ છે.જ્યારે શક સંવત મુજબ વર્ષના બીજા મહિનાનોત્રીજો દિવસ છે. કોરોનાનાં બે વર્ષ બાદ આ વર્ષે અખાત્રીજે સોનાબજારની રોનક પાછી ફરવાની શક્યતાછે.એક દિવસમાં દેશભરમાં 15 હજાર ટન સોનું વેચાશે એવી શક્યતા સેવાઈ છે. જે પ્રી-કોવિડનીતુલનામાં દોઢ ગણુ વધારે છે. વજનમાં સોનાનું વેચાણ પ્રી-કોવિડની તુલનામાં 23 ટકા વધુ થવાનીશક્યતા છે. ગત બે વર્ષમાં કોરીનાકાળ લોકડાઉનને કારણે અક્ષય તૃતીયાએ સોનાનું વેચાણ એકથી 2 ટન સુધી મર્યાદિત રહ્યું હતું.
ગુજરાતમાં સોના ચાંદીનું અખાત્રીજનું સરેરાશ રૂ.250 કરોડનું વેચાણ થાયતેવો આશાવાદ છે.સોનું રેકોર્ડ પ્રતિ 10 ગ્રામ 58,500 ની તુલનાએ સરેરાશ રૂ.5500 નીચું ક્વોટ થઇ રહ્યું છેજેના કારણે હજુ રોકાણકારોમાં ખરીદીનો ટ્રેન જળવાશે.છેલ્લા દોઢેક માસમાં સોનાની કિંમત સરેરાશ રૂ
.2000 થી વધુ ધટી અત્યારે રૂ.53,000 અંદર ક્વોટ થઇ રહી છે.જ્યારે ચાંદી ઘટીને 64,000 બોલાઇ રહીછે.અખાત્રીજે દેશમાં 20 થી 25 સોનું વેચાતું હોય છે. પણ આ વર્ષે વેચાણ 30 ટનને આંબી જવાની શક્યતા છે.આ વર્ષે ગ્રાહકોનું સેન્ટિમેન્ટ સારું છે.ભાવ વધવાને કારણે વેચાણને અસર થવાની શક્યતા નહીવત્ છે.