હાલ કોરોના વાયરસના પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગૌતમનગરમાં કરિયાણાનાં વેપારીએ આપઘાત કર્યો હતો. સચિન GIDCના ગૌતમ નગરમાં રહેતા વિષ્ણુદત્ત ૩૮ વર્ષ યુપીવાસી છે. નજીકના લોકોએ જણાવ્યું હતું કે, વિષ્ણુ બે દિવસથી માનસિક તણાવમાં જીવતો હતો. ૧૦ મે ના રોજ દુકાન ખોલતી વખતે ૩૮ વર્ષીય વિષ્ણુને પોલીસે દુકાન ખોલવાના આરોપમાં ઝડપી લઈને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને માર માર્યો હતો.
તેને એક દિવસ માટે જેલમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ સ્ટેશનથી ૪ હજાર દંડની રકમ ભરીને આવ્યા બાદ રૂમમાં જ રહેતો હતો. તેને બેઈજ્જતી થયાનું સતત લાગતું હતું અને આ જ તણાવમાં આપઘાત કરી લીધો હોવાનું તેમના નજીકનાએ જણાવ્યું છે. રાત્રે ભોજન કર્યા વગર સુઈ જનાર વિષ્ણુએ માનસિક તણાવમાં હતો. આ ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા આપઘાત કરનાર વિષ્ણુના પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.