રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિ નિમિત્તે નગર પાલિકા પુસ્તકાલય ખાતે એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સવારે સ્વછતા અભિયાન બાદ વિકાસ મહિલા મંડળ, નર્મદા ગ્રાહક સહકારી મંડળી અને પેન્શનર્સ મંડળ અને પાલિકા ટિમે સાથે મળી ગાંધી જયંતિ નિમિતે સ્પર્ધા રાખી અનોખી ઉજવણી કરી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ જિગીષા બેન ભટ્ટ, પુસ્તકાલયના ચેરમેન લીલાબેન વસાવા, ચીફ ઓફિસર અમિત પંડ્યા, વિકાસ મહિલા મંડળ, નર્મદા ગ્રાહક સહ, મંડળીના શબાનાબેન આરબ સાથે નર્મદા જીલ્લા પેન્શનર્સ મંડળના પ્રમુખ એન બી મહિડા, મંત્રી હરિવદનભાઈ ગજ્જર સાથે ભરતભાઈ વ્યાસ, કરણ સિંહ ગોહિલ, માધવસિંહ પરમાર, મધુકરભાઈ દેસાઈ, હર્ષવર્ધન વ્યાસ સહિતના સદસ્યોએ હાજર રહી ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા સાથે પ્લાસ્ટીક અને સ્વછતા બાબતે તમામે શપથ લીધા બાદ ગાંધીજીના જીવન પર વિદ્યાર્થીઓએ રજૂ કરેલા મંતવ્યોમાં પ્રથમ ત્રણ વિજેતાઓમાં પ્રથમ નંબરે આશિષ રાઠવા, દ્વિતીય કુ.માર્ગી શાહ અને તૃતીય નંબરે મોન્ટુ વસાવાને શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ વ્યાસે ખુબ સુંદર રીતે સંભાળ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -