બનાસકાંઠા જિલ્લાની ડીસા નગરપાલિકામાં સાધારણ સભા યોજાઈ હતી. જેમાં પાંચ કરોડથી વધુના ખર્ચે વિકાસના કાર્ય કરાશે તેવી બાહેંધરી આપવામાં આવી હતી. ડીસા નગરપાલિકામાં ભાજપના યુવા ઉત્સવ પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોની સમસ્યાઓને વાચા આપી વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે શનિવારે નગરપાલિકામાં સાધારણ સભા યોજાઈ હતી. જેમાં પણ સરકાર દ્વારા ફાળવેલ પાંચ કરોડની ગ્રાન્ટમાંથી શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કાર્યો કરવા માટે સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં શનિવારે નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કરની અધ્યક્ષસ્થાને નગરપાલિકાના સભાખંડમાં સાધારણ સભા યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાને ફાળવેલી પાંચ કરોડની ગ્રાન્ટ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ સ્ટીટ લાઈટ સફાઈ પાણી જેવા વિવિધ વિકાસના કાર્યો કરવા અંગે બહાલી આપવામાં આવી હતી. આ સાધારણ સભામાં પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી પાલિકા સદસ્ય ચેતનભાઇ ત્રિવેદી જેકી ભાઈ જોશી શૈલેશ ભાઈ રાયગોર અતુલભાઈ શાહ સહિત પાલિકાના સભ્યો હાજર રહ્યા હતા.