ગુજરાતમાં હજી પણ કોરોનાનું સંક્રમણ યથાવત જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 1 નવેમ્બર સાંજથી 2 નવેમ્બર સાંજ સુધીમાં વધુ 875 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 1,74,679 થઈ છે. તો બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 1004 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
રાજ્યમાં 24 કલાકમાં વધુ 4 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3728 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,58,251 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 206 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 177, વડોદરામાં 110 અને રાજકોટમાં 42 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 12700 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.