ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 514 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 15 દિવસમાં છઠ્ઠી વખત ગુજરાતમાં આજે 500થી વધુ કેસ નોંધાયા છે. ગુજરાતમાં નવા 514 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 24104 થઈ ગઈ છે. બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 339 દર્દીની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 28 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1506 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 16672 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 327 કેસ નોંધાયા છે.
અમદાવાદ ઉપરાંત સુરતમાં 64, વડોદરામાં 44 કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીનગરમાં 15, જામનગર-ભરુચમાં 9-9 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજકોટમાં 8, પંચમહાલમાં 7 કેસ સામે આવ્યા છે. તો સાબરકાંઠા-જુનાગઢમાં 4-4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે પાટણ-સુરેન્દ્રનગરમાં 3-3 કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યના મહેસાણા-અરવલ્લી-વલસાડ જિલ્લામાં 2-2 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો અમરેલી—વસારી-નર્મદા-કચ્છ-ખેડા-બોટાદ-બનાસકાંઠા અને આણંદમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે.