રાજયમાં બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં વધુ 32 જાતિઓ અને પેટા જાતિઓનો સમાવેશ કરાયો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં બિન અનામત જાતિઓમાં હિન્દુ ધર્મની 20 જાતિઓ અને મુસ્લિમ ધર્મની 12 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમક્ષ અનેક રજૂઆતો ને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બિન અનામત વર્ગ ની જાતિ માં સમાવેશ કરવામાં આવતા હવે પ્રમાણપત્ર લેવામાં સરળતા રહેશે. બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં સમાવેશ થયેલ ના હોય એવા બિન અનામત વર્ગના અરજદાર અને સંસ્થાઓ તરફથી યાદીમાં સમાવેશ કરવા રજૂઆત કરવામા આવી હતી. સરકારી ઠરાવમાં જણાવાયું છે કે તા. ૬-૧૨-૨૦૧૮ના ઠરાવથી બિનઅનામત વર્ગની જાતિઓ નક્કી થઈ છે, જેમાં ૬૩ જાતિઓ સમાવાઈ છે. બાદમાં તા. ૧-૧-૨૦૧૯ અને તા. ૩૦-૮-૨૦૧૯ના ઠરાવોથી નવી જાતિઓ તથા પર્યાયવાચી શબ્દોનો સમાવેશ કરાયો હતો. એ પછી હવે પરિશિષ્ટ-ચમાં ‘છ બિનઅનામત હિન્દુ જાતિઓ’માં વધુ ૨૦ જાતિઓ-પેટા જાતિઓ સમાવાઈ છે. એવી જ રીતે પરિશિષ્ટ-ચમાં ‘મ્ બિનઅનામત મુસ્લિમ જાતિઓ’માં વધુ ૧૨ જાતિઓ-પેટા જાતિઓ સમાવેશ કરાઈ છે. હવે આ નવી ઉમેરાયેલી જાતિઓ-પેટા જાતિઓના લોકો સક્ષમ સત્તાધિકારી પાસેથી બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર મેળવી શકશે.
બિનઅનામત વર્ગની હિન્દુ જાતિઓમાં આ જાતિઓ- પેટા જાતિઓનો સમાવેશ કરાયો
૧) હિન્દુ વાલમ બ્રાહ્મણ, ૨) ખંડેલવાલ (મૂળે ગુજરાતમાં સ્થાયી થયેલ), ૩) મોઢ વણિક-મોઢ વાણિયા, ૪) રાયકવાળ બ્રાહ્મણ, ૫) ખેડાવાળ બ્રાહ્મણ, બાજખેડાવાળ બ્રાહ્મણ, સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ , ૬) જેઠી મલ્લ, જેષ્ઠી મલ્લ, જયેષ્ઠી મલ્લ, ૭) પુરબિયા રાજપૂત ક્ષત્રિય, ૮) હિન્દુ આરેઠિયા, ૯) વાવિયા, ૧૦) હિન્દુ મહેતા, ૧૧) મોરબિયા, ૧૨) જોબનપુત્રા, ૧૩) પુષ્કર્ણા બ્રાહ્મણ, ૧૪) સિદ્ધરુદ્ર બ્રાહ્મણ, ૧૫) સાંચીહર બ્રાહ્મણ, ૧૬) પુરોહિત, રાજપુરોહિત, ૧૭) માહેશ્વરી, અગ્રવાલ, અગ્રવાલ (વૈષ્ણવ વણિક), અગ્રવાલ (વૈષ્ણવ વાણિયો), ૧૮) ઠક્કર, ૧૯) મારૂ રાજપૂત, ૨૦) અમદાવાદ રાવત (રાજપૂત)
બિનઅનામત મુસ્લિમ જાતિઓમાં આ જાતિઓ- પેટા જાતિઓ સમાવિષ્ટ કરાઈ
૧) કુરેશી મુસ્લિમ, ૨) સુન્ની મુસલમાન વ્હોરા પટેલ, સુન્ની મુસલમાન, ૩) શિયા જાફરી મોમિન જમાત, મુસલમાન મોમિન, ૪) મોમિન, વૈદ્ય જ્ઞાતિ, મોમિન સુથાર, સુથાર (મુસ્લિમ), મુમન, ૫) ખેડવાયા મુસ્લિમ, ૬) ચૌહાણ (મુસલમાન), ૭) મુસ્લિમ ખત્રી, ૮) બુખારી, ૯) મુસ્લિમ રાઉમા, મુસ્લિમ રાયમા, ૧૦) મિરઝા, બેગ, ૧૧) પિંઢારા, ૧૨) મુસ્લિમ વેપારી