ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સુરત જાણે કોરોનાનુ એપી સેન્ટર બની રહ્યું હોય તેમ દિવસેને દિવસે કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં 24 કલાકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા 3042 લોકોનો કોવિડ 19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પૈકી 276 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 24 જુલાઈ સાંજથી 25 જુલાઈ સાંજ સુધીમાં સુરતમાં 276 કેસ નોંધાતાની સાથે કુલ કેસની સંખ્યા વધીને 11373 થઈ ગઈ છે.
જ્યારે સુરતમાં 24 કલાકમાં 167 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સુરતમાં અત્યાર સુધી 7822 દર્દીઓએ કોરોનાને માત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે સુરતમાં 24 કલાકમાં 11 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધી સુરતમાં 349 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. તો હાલ સુરત જિલ્લામાં 3202 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમને હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે.