બનાસકાંઠાના ડીસા-ભીલડી હાઇવે પર આજે લગ્ન સમારંભ દરમિયાન અચાનક આગ લાગી હોવાનીઘટના સામે આવી હતી. લગ્ન બાદ અચાનક મંડપમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. આઘટનામાં લગ્નની ચોરી, વોટર કુલર અને મંડપનો સમાન બળીને ખાખ થઈ જતાં લાખો રૂપિયાનુંનુકસાન થયું હતું. બનાવને પગલે સ્થાનિક લોકો અને ફાયર ફાયટરની ટીમે ઘટના સ્થળે પહોંચીપાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઉનાળાની શરૂઆત થતાં અનેક જગ્યાએ આગ લાગવાનો બનાવ સામે આવતા હોય છે. જેમાં મોટાભાગની ગાડીઓમાં તેમજ જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે.
જો કે આજે મંગળવારે એક લગ્ન પ્રસંગમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા-ભીલડી હાઈવે પર લગ્ન સમારંભમાં લગ્ન બાદ
અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. આગ લાગતાં જ સ્થાનિક લોકોએ આગબુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ચોરી સહિત મંડપબળીને ખાખ થયો હતો. અનેક લોકોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.ઘટનાની જાણ ડીસા ફાયર વિભાગને કરાતાં ફાયર ફાયટરોએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. જો કે આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ થતાં ટળી હતી.