રાજયમાં આગ લાગવાના બનાવોનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને ગરમીના કારણે જંગલ અને રેવન્યુ વિસ્તારમાં આગ
લાગવાના બનાવો વધુ પ્રમાણમાં બની રહ્યા છે. જેમ જેમ ગરમી વધતી જાય છે. તેમ તેમ રાજયમાં આવેલ જુદા જુદા વન
વિસ્તારમાં આ આગ લાગવાનો બનાવ બનતો હોય છે. ત્યારે અમરેલીના જંગલ વિસ્તારમાં પણ અવાર નવાર આગ લાગી
રહી છે. ઉનાળાની શરૂઆતથી અત્યાર સુધમાં આઠ વખત આગ લાગી ચૂકી છે. ત્યારે વધુ એક વખત આગ લાગવાની
ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના ધારી ગીરના મોણવેલના સિમ વિસ્તારમાં આગ લાગવાની ઘટના
સામે આવી છે. મોણવેલની સીમ વિસ્તારમાંથી આગ એક ખેડૂતની વાડી સુધી પહોંચી જવા પામી હતી.
Pgvcl ના વીજ વાયરથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. ઢળતી સંધ્યાએ
આગ વાડીમાં લાગતા ખેત ઓજારો, પ્લાસ્ટિકની પાઇપ લાઇન બળીને ખાખ થઈ જવા પામી હતી. ખેડૂતના
100 જેટલા આંબાઓ આગમાં બળી જતા ખેડૂત હતાશ થઈ જવા પામ્યા છે. કેરી ઉતારવાના સમયે જ આંબે
આગ લાગતા ખેડૂતની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. જોરુભાઈ વાળા ના 100 જેટલા આંબાઓ
આગથી ભસ્મીભૂત થઈ જવા પામ્યા હતા. વાડી વિસ્તારમાં આગને સ્થાનિકો દ્વારા ઠારવાનો પ્રયાસો કરતાં બે
કલાકે સફળ રહ્યા હતા.