રાજયમાં છેલ્લા ઘણા સમયથી ચાલુ વાહનમાં એજી લાગવાની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે. રોજે કોઈને કોઈ જગ્યાએઆવી ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને ઉનાળાની રૂતુ આવતા આવા બનાવોનું પ્રમાણ વધ્યું છે. ત્યારે રાજકોટજિલ્લામાં પણ આવા કિસ્સાઓ પણ અવાર નવાર બની રહ્યા છે. ત્યારે વધુ એક વખત રાજકોટમાં આવો બનાવ બનવા પામ્યો છે. રાજકોટમાં ભાવનગર રોડ પર કારમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે.
રસ્તા પર બોલેરોકારમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. શહેરનાગંજીવાડા વિસ્તારમાં રોડ પર કારમાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈનહિ. આગ લાગતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોચ્યું હતું. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. કારમાં આગ લાગવાનું કારણ અકબંધ છે.