હાલ ગોધરામાં પંચામૃત ડેરી ની આસપાસ ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાંથી પસાર થતા લોકોના મનમાંઅસમંજસતા હોય કે આ શાની આટલી બધી તૈયારી છે? આ સંપૂર્ણ તૈયારી 29 મે ના રોજ ગોધરા તાલુકાના છબનપુર ગામપાસે આવેલા પંચામૃત ડેરી ની બાજુમાં ખુલ્લા પ્રાંગણમાં ભારતના ગૃહપ્રધાન અમિત શાહ આવી રહ્યા છે તેને લઈને જોવામળી રહી છે. જેને લઇને પ્રજાના કુતૂહલ વચ્ચે પ્રશાસન પણ સંપૂર્ણ તૈયારીમાં તહેનાત જોવા મળી રહ્યું છે. ત્યારે ગોધરાનામહેમાન બનવા જઇ રહેલા ભારતના ગૃહપ્રધાન ૨૯મીના રોજ પંચામૃત ડેરી ખાતે પંચામૃત ઓક્સિજન પ્લાન્ટ તથા પંચામૃતબટર કોલ્ડ સ્ટોર (તાડવા) નાં ઉદ્ઘાટન હેતુ ગોધરા ખાતે પધારી રહ્યા છે.આ સાથે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના નવી બિલ્ડિંગનાલોકાર્પણ માટે પણ તેઓના આગમનનો હેતુ છે. જેને લઇને છેલ્લા કેટલાય દિવસોથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે જ્યારેબીજી તરફ પંચમહાલ જિલ્લામાં 250 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર થયેલ અને 30 ઘનમીટર પ્રતિ કલાકની ક્ષમતાવાળા ઓક્સિજન પ્લાન્ટ માં ઓક્સિજન જનરેશન અને બોટલ ફીલિંગ પ્રક્રિયા શરૂ થશે જેનાથી ભવિષ્યમાં કોરોના સમયે આવેલી ઓક્સિજનની અછત દૂર થશે તેની ખુશી લોકોમાં જોવા મળી રહી છે.
તેમજ આ સાથે પંચમહાલ જિલ્લામાં આવેલા તાડવા ગામે પંચામૃત બટર કોલ્ડ સ્ટોર નું પણ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છેજે પંચમહાલ દૂધ સંઘ દ્વારા સંપાદિત થતા દૂધમાંથી બટર નું ઉત્પાદન કરવામાં આવે છે અને બટર માંથી ઉત્પન્ન કરવામાંઆવતી બનાવટો બાદ ઉપલબ્ધ બટર ની જરૂરિયાત મુજબ સંગ્રહ કરવામાં આવે છે દૂધ સંઘ પાસે હાલ 400 મેટ્રિક ટન ના સંગ્રહ માટે જ કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઉપલબ્ધ છે તેથી બટર સંગ્રહ માટે બટર કોલ્ડ સ્ટોરેજ ની આવશ્યકતા ને ધ્યાને લઇને
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા ના તાડવા શીતકેન્દ્ર મુકામે બટર કોલ્ડ સ્ટોર પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યો છે જેમાં આકોલ્ડ સ્ટોરેજ નો વિસ્તાર 2600 ચોરસ મીટર છે અને તેની સંગ્રહ ક્ષમતા 4700 મેટ્રિક ટન છે. ઓક્સિજન પ્લાન્ટ ની મુલાકાત આપણે આ વિડીયો દરમ્યાન લઈશું તેમજ બટર કોલ્ડ સ્ટોર ની મુલાકાત આવતી વખતે….