દિલ્હી સાંસદ અને અભિનેતા મનોજ તિવારીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મનોજ તિવારીને હટાવીને આદેશ ગુપ્તાને દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે.
(મનોજ તિવારી)
આ ઉપરાંત છત્તીસગઢના અધ્યક્ષ વિષ્ણુદેવ સાયને નિયુક્ત કરવામાં આવ્યા છે. મનોજ તિવારીને પદ પરથી શા માટે હટાવવામાં આવ્યા તેની પાછળનું કારણ હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી.
મળતી માહિતી મુજબ, કોરોના સંકટ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ એક મોટા ફેરફારની જાહેરાત કરી હતી. દિલ્હી ભાજપ અધ્યક્ષપદેથી મનોજ તિવારીને હટાવી દેવામાં આવ્યા છે. ત્યારે આ સાથે જ આદેશ કુમાર ગુપ્તાને દિલ્હી ભાજપની કમાન સોંપવામાં આવી છે.
(આદેશ કુમાર ગુપ્તા)
ઉલ્લેખનીય છે કે, પાર્ટીના મહાસચિવ અરૂણસિંહ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ સિવાય છત્તીસગઢના ભાજપ અધ્યક્ષની પણ હકાલપટ્ટી કરવામાં આવી હતી.
તેમની જગ્યાએ વિષ્ણુદેવ સાયને નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મણિપુરમાંથી પણ નવા પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે ટિકેન્દ્ર સિંહને મણિપુરની ભાજપની કમાન સોંપાઇ છે.ત્રણ પ્રદેશ અધ્યક્ષોના ફેરફાર રાષ્ટ્રીય અધ્યક્ષના નિર્દેશ પ્રમાણે કરવામાં આવ્યા છે…