આજની નારી કોઈપણ કામ માટે તૈયાર છે. આજના સમયમાં મહિલો દરેક ક્ષેત્રમાં કામ કરે છે. આર્મી હોય કે પોલીસ દરેક જગ્યાએ મહિલાઓ કામગીરી કરે છે. મહિલાઓ પુરુષો સમોવડી બની છે. ત્યારે આજે આપણે એક એવી મહિલા પોલીસ કર્મી વિષે વાત કરશું કે જે દબંગથી પણ ઓછી નથી. ચાલો જાણીએ આ મહિલા વિષે
તમામ ક્ષેત્રોમાં હવે મહિલાઓએ હરણફાળ ભરી છે. કોઇ પણ કાર્યમાં મહિલાઓ હવે પાછળ રહી નથી. ત્યારે લખતરના મહિલા પીએસઆઇની બહાદુરીથી લુંટારૂઓએ લુંટેલ દંપતિના ઘરેણા અને રોકડ રકમ પરત મેળવી શકાય હતી. સુરતથી ટ્રાવેલ્સમાં બેસીને સુરેન્દ્રનગર તરફ આવી રહેલી દંપતીના ઘરેણાં અને રોકડ રકમની લૂંટ કરવાની ઘટના સામે આવી છે. જોકે મહિલા પીએસઆઇ હેતલ રબારીએ જાન જોખમમાં મુકીને લૂંટારુઓની કારને ઝડપી લીધી છે.
બનાવની વિગત પ્રમાણે પટેલ મહેશભાઈ અને તેમના પત્ની જયાબેન સુરતથી ટ્રાવેલ્સમાં બેસી લિંબડી ઉતરી ગયા હતા. આ દરમિયાન લિંબડીથી સુરેન્દ્રનગર તરફ આવવા સફારી કારમાં લિફ્ટ લીધી હતી. પરંતુ આ દંપતિની જાણ બહાર જ સફારી કારમાં બેસેલા પાંચ લૂંટારુઓ પહેલેથી બેઠેલા હતા. લુંટારૂઓએ દંપતી પાસેથી થેલામાંથી ઘરેણાં અને 50 હજાર રોકડા રૂપિયા કાઢી લીધા હતા. આ પછી દંપતીને વઢવાણ પાસે ઉતારી દીધા હતા. ઘરેણાં અને રોકડ રકમ સાથે લૂંટારુઓ કારને લખતર તરફ દોડાવી હતી. આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વાયરલેસ મેસેજ છોડી લખતર-વિરમગામ હાઇવે બ્લોક કર્યો હતો. આખરે લખતર પોલીસે કારનો પીછો કરી મહિલા સહિત ચાર શખ્સોને દબોચી લીધા હતા.