બનાસકાંઠાના જિલ્લાના વાવના દેવપુરા પાસે કેમીકલ ભરેલુ ટેન્કર પલટયું હતું. ટેન્કરમાં ભરેલા કેમીકલમાંથી નીકળેલા ધૂમાડાના ગોટે-ગોટા આકાશમાં છવાઈ ગયા હતા. જેને લઈને આજુબાજુના લોકોમાં ભારે ફફડાટ પ્રસરી ગયો હતો. ટેન્કરના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઈ ગયુ હતું. અને જેને લઈને ટેન્કરમાં ભરેલું કેમિકલ રોડ ઉપર ઢોળાયું હતું. આ ઘટના અંગેની જાણ થતા વાવ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. અને થરાદ નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોચીને આગળની કામગીરી હાથધરી હતી. આ ઘટનામાં ટેન્કર ચાલકને ગંભીર ઇજા થતા નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતમાં ચાલકને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયો હતો. દેવપુરા પાસે ગોળાઇ હોઇ આ જગ્યાએ વારંવાર અકસ્માતો સર્જાય છે. અગાઉ પણ અહીં ગાડીઓ પલ્ટી મારી ચુકી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -