બોટાદના ખસ રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. પાણીનો વ્યય થતા સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે. 20 ફુટ ઉંચા ફુવારાઓ ઉડતા આસપાસમાં આવેલ મકાનો સહિત દુકાનોમાં ધોવાણ થયું છે. છેલ્લા 4 કલાકથી લાખો લીટર પાણીનો વ્યય થતો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ દરકાર લેવામાં આવી નહતી. એક તરફ પાણીની અછત ચાલી રહી છે અને સાથે સાથે મહી પરીએજના પાણી પહોંચાડવા માટેનું મુખ્ય સંપ નાવડા પણ હાલ બંધ છે. બોટાદના ખસ રોડ પર આવેલ પઠાણવાડીની બહાર ગ્રાઉંડ પર પાણીની પાઈપ લાઈનમાં મોટા પ્રમાણમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. પાઈપ લાઈનમાં ભંગાણ થતા બાજુમાં આવેલ કરિયાણાની દુકાનમાં તેમજ મકાનમા પાણી ફરી વળ્યા છે. જ્યારે એક તરફ પીવા માટે પાણીના ફાંફા પડી રહ્યા છે ત્યારે મોટા પાયે પાણી વહી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે તંત્ર તેમજ જવાબદાર અધિકારીઓ પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -