હાલ સમગ્ર ગુજરાતમાં હવામાનની આગાહી છે, ત્યાં ભરૂચમાં દહેજ ખાતે એક કંપનીના પ્લાન્ટમાં ધડાકાભેર આગ લાગી હતી. યશસ્વી કેમિકલ કંપનીમાં બોઈલરમાં બ્લાસ્ટ થયો હતો, જેના બાદ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા કંપનીમાંથી ઉડતા દેખાયા હતા.
તો બીજી તરફ, આગને કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગને પગલે સ્થાનિક કંપનીઓના ફાયર ટેન્ડરો જવા રવાના થયા હતા. જોકે, આગને પગલે આસપાસના 3 જેટલા ગામોને ખાલી કરાવવાની તજવીજ હાથ ધરાઈ હતી. લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત યશસ્વી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઇ હતી. યશસ્વી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટમાં 5 કામદારના મોત થયા છે. જ્યારે 15થી વધુ કામદારો દાઝ્યા છે. જેને પગલે ભરૂચ જિલ્લા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે યશસ્વી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે..