બોલિવુડ ક્વીન કંગના રનૌત સ્ટારર થલાઇવી ફિલ્મનો તેનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. આ ફિલ્મ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક છે. ફિલ્મમાં કંગના જયલલિતાનો રોલ પ્લે કરી રહી છે. જયલલિતાનું મૃત્યુ 2016માં થયું હતું. આ બાયોપિકનો ફર્સ્ટ લુક કંગનાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શન લખ્યું છે કે, લેજન્ડ જેને આપણે ઓળખીએ છીએ પણ સ્ટોરી જે હજુ કહેવાની બાકી છે.’ તેનો ફર્સ્ટ લુક વીડિયો શેર કરીને લખ્યું હતું કે, ‘એક સુપરસ્ટાર હિરોઈન, એક ક્રાંતિકારી હીરો.
જુઓ તેની સ્ટોરીને……..થલાઇવી’ ફિલ્મને એએલ વિજય ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ ઓલરેડી થોડા સમય પહેલાં જ ભારતમાં શરૂ થઇ ગયું છે. આ ફિલ્મ માટે કંગનાએ ખાસ તમિળ બોલતા શીખ્યું છે. ફર્સ્ટ લુક પરથી જ ખબર પડી જાય છે કે આ પ્રોસ્થેટિક મેકઅપનો કમાલ છે જેની પાછળ કંગનાએ ઘણો સમય ફાળવ્યો હતો. આ સિવાય તેણે ભરતનાટ્યમના ક્લાસ પણ લીધા હતા..
આ ફિલ્મને ‘બાહુબલી’ અને ‘મણિકર્ણિકા’ ફેમ રાઇટર વિજયેન્દ્ર પ્રસાદે લખી છે. ફિલ્મને વિષ્ણુ વર્ધન અને શૈલેશ આર સિંહ સાથે મળીને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે 26 જૂનના રોજ તમિળ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે.