જુનાગઢના કિસાન સંઘ અને વન વિભાગના અધિકારીઓની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જુનાગઢના વિસાવદર પંથકમાં વધી રહેલા દીપડાના હુમલાને લઈ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. છેલ્લા કેટલાક મહિનાઓમાં જુનાગઢના વિવિધ પંથકમાં દીપડા દ્વારા કરવામાં આવેલ હુમલામાં 14 લોકોના મોત નિપજ્યા છે. જેને લઈ ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગે અનેક વખત રજુઆત કરવા છતાં વન વિભાગની ટીમ દ્વારા યોગ્ય કામગીરી ન કરવામાં આવતી હોવાની ફરીયાદો પણ સામે આવી હતી. ત્યારે જુનાગઢના કિસાન સંઘ અને વન વિભાગના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં ગીર પૂર્વ અને ગીર પશ્ચિમના ડીસીએફ બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન વન્ય પ્રાણીઓને પકડવા મામલે વન વિભાગની કાર્યવાહી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, જુનાગઢના વિવિધ ભાગોમાં દીપડાના આતંકના કારણે ખેડૂતોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક વખત ખેતરમાં કામ કરતા ખેડૂતો કે તેના પરિવારજનો પર દીપડા દ્વારા હુમલા થયાના બનાવો સામે આવ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -