શિલ્પા શેટ્ટી ખૂબ સક્રિય એક્ટ્રેસ છે. પછી એ વાત ફિટનેસની હોય કે પછી સોશિયલ મીડિયાની, શિલ્પા એક્ટિવ રહે છે. તે ફિટનેસને લઈને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતી રહે છે. આવો જ એક વીડિયો છે જેમાં તે આલિયા ભટ્ટને પાણી પુરી અને વિક્કી કૌશલને દુધી જણાવી રહી છે. વીડિયો અપલોડ કરતાની સાથે જ તેને લગભગ 50000 સુધી વ્યૂઝ મળી ચુક્યાં છે……….વાત એમ છે કે શિલ્પાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક ઈન્ટરવ્યૂનો વીડિયો શેર કર્યો છે.
https://www.instagram.com/p/B49hpFpBdmO/?utm_source=ig_web_button_share_sheet
આ એક પ્રોમો છે જેમાં ઈન્ટરવ્યૂના કેટલાંક શોટ્સ પણ બતાવવામાં આવ્યાં છે. તેમાં તે એક્ટ્રેસ સોફી ચોધરીની સાથે પોતાના ફિટનેસ પર વાત કરી રહી છે. આ દરમિયાન સોફી કેટલાંક નામો ઉછાળે છે, ત્યાર બાદ તે તેનો જવાબ આપે છે. સોફી પૂછે છે કે પાણી પૂરી તો શિલ્પા બોલે છે આલિયા ભટ્ટ. ત્યારે સોફી ચોધરી પૂછે છે કે દુધી તો શિલ્પા જવાબ આપે છે વિક્કી કૌશલ………….
શિલ્પા ફિટનેસને લઈને વાત કરી રહી છે. પ્રોમોમાં તે પોતાની તુલના વાઈન સાથે કરે છે અને કહે છે કે વધતી ઉંમરે ખૂબ વધારે સારી થતી જાઉ છુ.