કેટલા સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે શાદી મેં જરૂર આના’ અને ‘હાઉસફુલ 4’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ કૃતિ ખરબંદા બોલિવુડ એક્ટર પુલકિત સમ્રાટને ડેટ કરી રહી છે. આ વાતની પુષ્ટિ ખુદ એક્ટ્રેસે એક વાતચીત દરમ્યાન કરી. મીડિયામાં ઘણા દિવસથી અફેરની ચર્ચા થઇ રહી હતી. કૃતિએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના રિલેશનને સ્વીકારતાં કહ્યું કે, ‘આ અફવા નથી. અમે એકબીજાને ડેટ કરી રહ્યા છીએ……….
કૃતિએ આગળ કહ્યું, ‘ઈમાનદારીથી કહું તો સૌથી પહેલા મારાં પેરેન્ટ્સને કહેવા ઇચ્છતી હતી કે હું કોઈને ડેટ કરી રહી છું. મને લાગે છે કે દરેક વસ્તુનો એક સમય હોય છે જ્યારે તમે એ બાબતે વાત કરવામાં સહજ હોય છો. ક્યારેક ક્યારેક તેમાં 5 વર્ષ લાગી જાય છે તો ક્યારેક 5 મહિના. અમારા કિસ્સામાં 5 મહિના થયા છે પરંતુ હું ઘણી ખુશ છું અને મને આ સ્વીકારવામાં કોઈ ખચકાટ નથી કે હું પુલકિત સમ્રાટને ડેટ કરી રહી છું……………વાત કરીએ પુલકિતની તો પુલકિતનું નામ કૃતિથી પહેલા યામી ગૌતમ સાથે જોડાઈ ચૂક્યું છે.
તેની પહેલાં 2014માં સલમાનની માનેલી બહેન શ્વેતા રોહિરા સાથે તેનાં લગ્ન થયાં હતાં જે એક વર્ષ ચાલ્યાં હતાં. પુલકિત અને કૃતિ પહેલીવાર ‘વીરે કી વેડિંગ’માં સાથે દેખાયાં હતાં. હવે તેઓ ‘પાગલપંતી’ ફિલ્મમાં દેખાશે જે 22 નવેમ્બરે રિલીઝ થઇ રહી છે.