બનાસકાંઠા સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ચોરી અને લૂંટના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરી, સોનાના દાગીનાની લૂંટ અને વાહન ચોરીના બનાવોમાં વધારો થયો છે. ત્યારે થરાદના રાહ માર્કેટયાર્ડમાંથી બાઈકની ઉઠાંતરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ, થરાદના રાહ માર્કેટયાર્ડમાં પાર્ક કરવામાં આવેલ એક બાઈકની ચોરી કરવામાં આવી હતી. ભરબપોરે થયેલ બાઈક ચોરીની ઘટનાને લઈ લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. જોકે, ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. જેમાં બાઈક ચોરી કરનાર શખ્સનો ચહેરો અને તેણે પહેરેલા કપડા પણ સ્પષ્ટ જોવા મળી રહ્યા હતા, જેના આધારે સ્થાનિક લોકોએ તેને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ બાઈક ચોરને લોકોએ ઢોર માર માર્યો હતો. મહત્વનું છે કે, બનાસકાંઠામાં ભરબપોરે બાઈક ચોરીની ઘટના બનવી તે દર્શાવે છે કે ચોર અને લુંટારુઓને પણ બનાસકાંઠા પોલીસનો કોઈ ડર રહ્યો નથી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -