આર્થિક વહિવટનો હિસાબ ન મળતા ભાવનગરમાં શિપબ્રેકરને ત્યાં દરોડા પાડવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કરચોરોને ઝડપી લેવા માટે રાજકોટ ઈન્કમટેક્સ વિભાગની ટીમ ફરી હરકતમાં આવી છે અને અમદાવાદ ઈન્કમટેક્સ દ્વારા ભાવનગરમાં શિપબ્રેકર સાથે સંકળાયેલ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આઈટી દ્વારા માધવ હીલ, સ્વરા કોમ્પલેક્સ સહિત 15 જેટલા સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા ફફડાટ ફેલાયો છે. વહેલી સવારે ભાવનગરમાં શિપ બ્રેકરના બંગલા અને તેમની ઓફિસ સહિતના સ્થળો પર આવકવેરાની ની ટીમે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. દિવાળી પૂર્વે અમદાવાદમાં જમીન મકાનના ધંધાર્થી ઉપર મોટા પાયે ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં કરોડો રુપિયાની ટેક્સ ચોરી ઝડપી લોકરો સીઝ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, આવકવેરા વિભાગ દ્વારા ભાવનગરમાં હાથ ધરવામાં આવેલ દરોડાના પગલે અલંગના વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -