માળીયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે જુનાગઢ જિલ્લા એસપી સાહેબ તેમજ ડીવાયએસપી જે.બી.ગઢવી દ્વારા લોક દરબાર યોજાયો હતો. લોક દરબારમાં માળીયા શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. માળીયા શહેરમાં કાયમી જરૂરિયાત એવા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેમા શહેરમાં cctv કેમેરા લગાડવા, સ્ટેશન દરવાજા ચોકથી શાક માર્કેટ સુધીમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવા, ટ્રાફિક પોલીસ કાર્યરત કરવા તેમજ સાસણ રોડ ઉપર નવી પોલીસ ચેકપોસ્ટ શરૂ કરવા જેવી અનેક બાબતોનું ફરિયાદ ઉઠવા પામી હતી.
આ ફરિયાદો આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જતું નાશક દવાના જથ્થાને યોગ્ય જગ્યાએ ફેરવવા માંગણી કરી હતી. લોકોની રજૂઆતને ધ્યાને લેવા એસપી સાહેબ તેમજ ડીવાયએસપી જે.બી.ગઢવી દ્ધારા એક માસમાં તમામ પ્રશ્નોનો ઉકેલવાની ખાતરી આપી હતી.