ભુજના રહીશ અનવર નોડે ભૂકંપ બાદ કચ્છમાં અનેક સ્કૂલોમાં જઈને રાષ્ટ્રીય પર્વની ઉજવણી પૂર્વે વિધાર્થીઓને રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિની ચોપડીઓ આપે છે.
અનવર છેલ્લા ૧૮ વર્ષથી 26મી જાન્યુઆરી અને 15 ઓગસ્ટના આગળના દિવસે સ્કૂલોમાં જઈને વિદ્યાર્થીઓને રાષ્ટ્રધ્વજ આપે છે સાથે સાથે દેશભક્તિના ગીતોના પુસ્તકો પણ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપી રહ્યા છે. રાષ્ટ્રધ્વજ, પુસ્તકો તેમજ વિદ્યાર્થીઓને નાસ્તો મળી રહે તે માટે પ્રબંધ કરે છે અનવર નોડેની આ પ્રવૢતિને સૌ કોઈ સલામ કરે છે એકલા હાથે રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ જે પોતાનું જ એક ટ્રસ્ટ છે તેના દ્વારા સંપૂર્ણ આર્થિક ખર્ચ ભોગવી આ કાર્યક્રમ છેલ્લા 18 વર્ષથી સતત કરી રહ્યા છે. જે અંતર્ગત 14 ઓગસ્ટના રોજ ભુજની અજરાઅમર હાઈસ્કુલ એટલે કે ભુજ ઈંગ્લીશ સ્કૂલમાં એક કાર્યક્રમ રાખી વિદ્યાર્થીઓને રાષ્ટ્રધ્વજ આપ્યા હતા અને પુસ્તકો પણ અર્પણ કર્યા હતા તેમને જણાવ્યું હતું કે આ કામ માટે તેમને ખૂબ આનંદ મળી રહ્યો છે.