હાલમાં હૈદરાબાદમાં અક્કીનેની નાગેશ્વરા રાવ નેશનલ એવોર્ડ યોજાઈ ગયા. આ એવોર્ડ શોમાં વર્ષ 2018 તથા વર્ષ 2019 માટે એક્ટર્સને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ એવોર્ડ સમારંભમાં ચિરંજીવી ચીફ ગેસ્ટ હતો. એક્ટર નાગાર્જુનના પિતા અક્કીનેની નાગેશ્વરના નામથી આ એવોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. વર્ષ 2014મા 22 જાન્યુઆરીએ તેનું નિધન થયું હતું. એવોર્ડ શોમાં સ્વ. શ્રીદેવીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં અને તેમના તરફથી આ એવોર્ડ તેમના પતિ બોની કપૂરે સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગે બોની કપૂર ભાવુક થઈ ગયા હતાં. આ એવોર્ડ તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતાં કલાકારોને આપવામાં આવ્યા હતાં.રેખા જ્યારે એક વર્ષની હતી ત્યારે 1958મા તેલુગુ ફિલ્મ ‘ગુટ્ટુ’માં કામ કર્યું હતું. એવોર્ડ મળ્યાં બાદ રેખાએ તેલુગુ ફિલ્મ્સમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 65 વર્ષીય રેખા કાંજીવરમ સાડીમાં ગ્રેસફૂલ જોવા મળી હતી………..નાગાર્જુન તથા ચિરંજીવીએ સ્વ. શ્રીદેવીને યાદ કર્યાં હતાં. નાગાર્જુને કહ્યું હતું કે તેણે શ્રીદેવી સાથે ચાર ફિલ્મ્સમાં કામ કર્યું હતું. તેમની સાથેની પહેલી ફિલ્મ ‘આખરી પોરાતમ’ હતી. સેટ પર તેમની અલગ જ આભા જોવા મળતી હતી. ચિરંજીવીએ કહ્યું હતું કે તેણે પણ શ્રીદેવી સાથે 3-4 ફિલ્મ્સમાં કામ કર્યું હતું. શૂટિંગ દરમિયાન તેઓ સિનેમામાં વિશે જ વાત કરતા હતા…….તેઓ સંપૂર્ણ રીતે સિનેમા સાથે જોડાયેલા હતાં. અફસોસ છે કે તેઓ બહુ જલ્દી જતાં રહ્યાં. તેઓ રિયલ અર્થમાં ધ લેડી સુપરસ્ટાર ઓફ ઈન્ડિયા હતાં.