આપણા ગુજરાતીમાં કહેવત છે કે દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે…..તેવી જ રીતે નેશનલ એવોર્ડ વિનર અભિનેતા આયુષ્યમાન ખુરાનાની સફળતા પાછળ તેની પત્ની તાહિરાનું બહુ મોટુ યોગદાન છે…….લેખિકા, ફિલ્મ નિર્માતા અને કેન્સર સામે જંગ જીતી ચૂકેલી તાહિરાએ પહેલી વખત પોતાના પતિનાં અતરંગ દ્રશ્યો અંગે ટિપ્પણી કરી. તેણે કહ્યું કે, પોતાના પતિને જ્યારે તે યામી ગૌતમ સાથે કામુક દ્રશ્યોમાં જોયો તો તેને અસુરક્ષાની ભાવનાએ ઘેરી લીધી હતી.
જો કે તાહીરાએ કહ્યું કે, હવે મેં એ અસુરક્ષાની ભાવનાથી દૂર રહેતાં શીખી લીધું છે………તાહિરાએ કહ્યું કે, જ્યારે તેણે વિકી ડોનરમાં આયુષ્યમાન અને યામી ગૌતમનાં વચ્ચે કામુક દ્રશ્યો જોયા ત્યારે અસુરક્ષાની લાગણી મહેસૂસ કરતી હતી. પણ જ્યારે મેં અંધાધુનના એડિટ્સ જોઈ રહી હતી, ત્યારે મેં ટીમને કહ્યું કે આયુષ્યમાન અને રાધિકા આપ્ટે વચ્ચે કામુક દ્રશ્યોમાં કાંઈ કમી છે. ત્યારે એક અસુરક્ષિત પત્નીથી લઈ કામુક દ્રશ્યોનાં વિશ્લેષણ કરવા સુધીનાં એ બદલાવને મેં મહેસુસ કર્યો છે………
પોતાના અંગે તાહિરાએ કહ્યું કે, હું આયુષ્યમાનને છેલ્લાં 18 વર્ષોથી ઓળખું છું. અને આયુષ્યમાનની પત્ની કહેવા પર મને ગર્વ થાય છે. જ્યાં સુધી વાત છે મારી પોતાની ઓળખાણની તો, હું જે છું એ છું. મારી પોતાની ઉપસ્થિતિ, રાય અને અસ્તિત્વને લોકોએ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે.