ડિયાદ ઇપ્કોવાલા હોલ ખાતે આયોજિત ભાજપના સ્નેહમિલન સમારંભમાં કોંગ્રેસ પ્રેરિત સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસમાં સન્નાટો છવાઇ ગયો હતો અને ભાજપની છાવણીમાં આનંદની લહેર પ્રસરી ગઇ છે. ચકલાસી નગરપાલિકામાં ૨૮ સભ્યો છે. આ સભ્યો પૈકી ૧૦ સભ્યો ભાજપના ચૂંટાયા હતા. જ્યારે ૧૦ સભ્યો કોંગ્રેસના ચૂંટાયા હતા. અને અન્ય આઠ સભ્યો કોંગ્રેસ પ્રેરિત અપક્ષના હતા. જે તે સમયે બે વર્ષ પહેલા જ ભાજપે અપક્ષના ટેકાથી સત્તાનું સુકાન સંભાળ્યુ હતું. પરંતુ કોંગ્રેસ પ્રેરિત અપક્ષો અને કોંગ્રેસના સભ્યો વિરોધ પક્ષમાં બેઠા હતા. નડિયાદ ખાતે યોજાયેલા ઇપ્કોવાલા હોલમાં ભાજપના સ્નેહમિલન સમારંભમાં બાકી રહેલા કોંગ્રેસના અને કોંગ્રેસ પ્રેરિત ૧૨ સભ્યો પણ ભાજપમાં જોડાઇ ગયા છે. આ બાર સભ્યો ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. જે બાર સભ્યો ભાજપમાં જોડાયા છે તેમાં રમીલાબેન બી. વાઘેલા, વિમળાબેન વાઘેલા, બાલકૃષ્ણ આર. વાઘેલા, પ્રકાશભાઇ પી. વાઘેલા, મીનાબેન ગમાભાઇ વાઘેલા, સુરેશભાઇ એલ. વાઘેલા, ઐયુબખાન કે. પઠાણ, મંગુબેન મનુભાઇ વાઘેલા, ઇરફાનખાન વી. વહોરા, મીતલબેન ભૌતિક જાદવ, રસીદમિયા ચાવડા, જેબનબીબી હસનમિયા ચાવડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાલુકાના અને સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -