ડીસા તાલુકાના વિઠોદરના ગ્રામજનોએ રસ્તા બાબતે વિરોધ નોંધાવ્યો હતો. વિઠોદરથી રોબસ જવાના રોડ પર કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. હલકી ગુણવત્તાનો માલ સમાન વાપરી રોડ બનાવ્યો જોય તેવું ગ્રામજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું કે નેશનલ રોડની આજુબાજુમાં જ્યાં જોઈએ ત્યાં મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે અને રોડમાં વપરાતી માટી બહાર આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ બાબતોની રજુઆતો તંત્રને કરવામાં આવી હતી પરંતુ ત્યારે પણ કોઈ પગલા લેવામાં આવ્યા નહતા. તો ડીસા તાલુકાના વિઠોદરના ગ્રામજનોએ રસ્તા બાબતે વિરોધ નોંધાવ્યો હતો. વિઠોદર સહિત મોટી રોબસ અને તાલેગઢના ગ્રામજનોએ માર્ગ અને મકાન વિભાગમાં હંગામા મચાવી રાજકીય ઈશારે અન્ય જગ્યાએ ગામ નો માર્ગ બનાવ્યો હોવાના આક્ષેપો કરી રજૂઆત કરી હતી અને જો તેમની માંગ નહીં સંતોષાય તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી.