થરાદના નવા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત દ્વારા થરાદની સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.. જેમાં તેમણે દર્દીઓની મુલાકાત લીધી હતી. તેમણે દર્દીઓને પડતી મુશ્કેલીઓ જાણી હતી. જેમાં હોસ્પિટલમાં પૂરતી સેવાઓ ન મળતી હોય અને તાત્કાલિક હોસ્પિટલમાં અપૂરતી સેવાઓ પુરી પાડવા માટે હોસ્પિટલના સ્ટાફ સાથે વાત કરી હતી. થરાદના નવા ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપૂતે જોયું કે અપુરતી સગવડ જેવી કે મિનરલ પાણીની સગવડ નથી, હોસ્પિટલની સ્વચ્છતા પણ સારી નહોતી, દર્દીઓ સાથે આવેલા તેમના સંબંધીઓને રહેવા માટે હોસ્પિટલમાં કોઈ સુવિધાઓ નહોતી. હોસ્પિટલમા સિસિટીવ કેમેરાની સગવડ નથી અને હોસ્પિટલમા એક્સરે મશીન હોવા છતાં દર્દીઓને એક્સરે બહાર કરાવવા જવું પડે છે. આમ નવિન ધારાસભ્યએ દર્દીઓની અનેક ફરિયાદો સાંભળી હતી. ઓચિંતી સરકારી હોસ્પિટલની મુલાકાત લેતા હોસ્પિટલમાં ગરમાવો આવી ગયો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -