લોકસભા ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે જુઠ્ઠા આરોપ લગાવીને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો. પણ સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદાથી ‘દૂધ કા દૂધ પાની કા પાની’ થઇ ગયું છે. લોકોને સાચી વાત સામે આવી છે . માત્ર પોતાના સ્વાર્થ માટે રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બદનામી કરી. હવે રાહુલગાંધીએ દેશના લોકોની જાહેરમાં માફી માગવી જોઇએ, એવી માગણી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અનેક નેતાઓ દ્વારા કહેવામાં આવી છે. રાફેલ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર યાચિકા ફગાવી દીધી અને રાહુલ ગાંધીએ માફી મંગાવી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી તરફથી રાહુલગાંધીએ દેશમાં જનતાને ગુમરાહ કરવું એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બદનામી કરવી આ બંને મુદ્દે સંપૂર્ણ દેશમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં પણ ધરણા પ્રદર્શનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આ પ્રદર્શનમાં પંકજ દેસાઈ, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાંમાં કાર્યક્રરો હાજર રહ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -