પાલનપુરમાં જુનાગંજ બજારમાં કરિયાણાની દુકાનમાં કન્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે લિફ્ટ તૂટી જતાં ભોંયતળીયે પ્લાસ્ટરનું કામ કરી રહેલા ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા તેમાંના 1નું મોત થયું હતું જ્યારે બે કારીગરોને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટના બાદ વેપારી દુકાનને તાળું મારી ભાગી ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે જુનાગંજ બજારમાં આવેલી મોહનલાલ ઉમેદરામ મેતાવાલા કરીયાણાની હોલસેલની દુકાનમાં કન્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું. કાનજીભાઇ રામજીભાઇ પ્રજાપતિ, શંભુભાઇ રૂડાભાઇ પ્રજાપતિ અને પ્રવિણભાઇ બીજલભાઇ વાઘેલા ભોયતળીયે પ્લાસ્ટરનું કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક ઉપરના માળેથી લિફ્ટ તૂટી પડતાં નીચે કામ કરી રહેલા કાનજીભાઇને માથાના ભાગે વાગતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. રે સાથે કામ કરી રહેલા શંભુભાઇ તેમજ પ્રવિણભાઇને ઇજાઓ થતા સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -