બોડેલીનાં 24 વર્ષીય યુવકનું તેના જ મિત્રએ અન્ય બંદૂકધારી બે સાગરીતોની મદદથી અપહરણ કરીને માર મારીને કોસિન્દ્રા પાસે તેને છોડી દઈ તથા બહાદરપુર પાસે કાર છોડી દઈને ભાગી ગયા હતા. પોલીસ રવિ આહીર અને અન્ય બે સાગરીતોની સઘન શોધખોળ ચલાવી રહી છે. દિપકને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર અર્થે વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. મુખ્ય અપહરણ કર્તા રવિ આહીરનો ફોટો સોશિયલ મીડિયામાં ફરતો કરીને તેને અને બે સાગરીતોને પકડવા તજવીજ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે પુત્રને છોડાવવા પિતા નારણભાઇ દોઢથી બે લાખ રૂપિયા જે ધંધાની સિલક હતી. તે ગણ્યા વિના ઇનોવા કાર સાથે વણિયાદ્રી લઈ જઈને અપહરણ કારોને આપી હતી. આ રવિ આહીરને પણ ક્યારેય ન જોયો હોવાનું પિતા નારણભાઈએ કહ્યું હતું.બોડેલીમાં 70 લાખ રૂપિયાની સોપારી આપી હોવાની અપહરણ કારોની વાતને લઈને બોડેલીમાં ચર્ચાએ જોર પકડ્યું છે અને પોલીસ પણ હવે તેની સત્યતા તપાસવા તરફ આગળ વધી છે.રવિ આહીર બોડેલી નજીક સૂર્યાઘોડા રહે છે. ત્યાં તેના પિતા દુકાન ચલાવે છે. જ્યારે રવિના ધંધા આડા અવડા હોવાનું જાણવા મળ્યું છે.રવિના કારસ્તાનથી ગ્રામજનો પણ એકત્ર થઈને વિરોધ કર્યો હતો.