15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને લઇ રાજ્યના કેટલાક મોટા શહેરોમાં એલર્ટ આપી દેવાયું છે. રાજ્યમાં આતંકી હુમલાની સંભાવનાને લઇ એલર્ટ આપી દેવાયું છે. જૈશ-એ-મોહમ્મદ અને અને ઇન્ડિયન મુઝાહિદ્દીનના હુમલાના ઇનપુટને લઇ એજન્સીઓ એલર્ટ પર છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં પોલીસ સતર્ક છે. જ્યારથી જમ્મૂ-કશ્મીરમાંથી કલમ 370 નાબૂત થઈ છે. ત્યારથી પાકિસ્તાન અને તેના પાલતુ આતંકીઓ ભારતમાં હુમલાના ષડયંત્રો ઘડી રહ્યા છે. પરંતુ તેના દરેક નાપાક ઈરાદાઓને પસ્ત કરવા સુરક્ષા એજન્સીઓ દેશભરમાં સતર્ક બની છે. 15 ઓગસ્ટ આતંકીઓના નિશાને હોવાના ઈનપુટ મળતા જ દેશભરમાં અલર્ટ જારી કરાયું છે. એલર્ટ બાદ બનાસકાંઠામાં આવેલા ધાનેરા નેનાવા બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. આ ચેકિંગ આઈ.બી દ્વારા મળેલા ઈનપુટના આધારે કરવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે આ ચેકિંગ 15મી ઓગસ્ટ સુધી ચાલુ રહેશે અને અનેક વિસ્તાઓમાં ચેકિંગ હાથ ધરાશે. આ બોર્ડર રાજસ્થાન અને ગુજરાતને જોડે છે. રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું નેનાવા બોર્ડર પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચેકિંગ કર્યા બાદ જ વાહનોને ગુજરાતમાં એન્ટ્રી મળે છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -