કાંકરેજ તાલુકાનાં પાદરડીમાં પાંચમા તબક્કાનો ત્રીજો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 15 ગામનાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કાંકરેજ તાલુકાનાં પાદરડી ખાતે પ્રાથમિક શાળામાં પાંચમા તબકકાનો ત્રીજો સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમા પાદરડી, ખસા, રતનગઢ, કુવારવા, દુગ્રાસણ, કાકર, નેકોઈ, નગોટ, મંગળપુરા જેવાં 15 ગામોનો કાયઁક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમમાં કાંકરેજ મામલતદાર મંજુલાબેન રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી અનિલભાઇ ત્રિવેદી, કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા તેમજ ગામના સરપંચ વગેરે હાજર રહ્યા હતા. આ સેવા સેતુ કાર્યક્રમમાં સ્થળ ઉપર જ મા અમ્રૂતમ કાર્ડ, આવકના દાખલા, જાતિના દાખલા, લોકોને તાવ શરદી જેવી બીમારીઓની સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી. તેમજ તાલુકામાં થતા તમામ કામ આજે સેવા સેતુમાં કરવામાં આવ્યાં હતા. દરેક ગામનાં લોકોને શિહોરી મામલતદાર અને તાલુકા પંચાયાત કચેરીએ જાવું ના પડે તેવા હેતુથી સ્થળ પર જ લોકોને બધી સેવા મળી રહી હતી, ત્યારે આ સેવા સેતુનો લાભ દરેક ગામનાં લોકોએ લીધો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -