રાણાવાવ શહેરમાં ઊભરાતી ગટરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાણાવાવ શહેરમાં આવેલા ગોપાલ પરા વિસ્તારમાં આવેલું ભગવાન શ્રી શંકરનું મંદિરને જાણે પ્રદૂષણ પાણીએ ચારેતરફથી ઘેરી લીધું હોય તેવું લાગી રહ્યું છે. અહીં દર્શને આવતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભૂગર્ભ ગટરમાં લોકો દ્વારા આપેલા કનેક્શનમાં ટોયલેટ બાથરૂમના કનેક્શન હોય છે. ઉભરાતી ભૂગર્ભ ગટરના પાણીની દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો ઉભરાતી ગટરના કારણે મંદિરે ભગવાનના દર્શન પણ નથી કરી શકતા. લોકો સાથે સાથે આ જ વિસ્તારમાં આવેલી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. અહીં આવેલી કુમાર શાળામાં ૧ થી 7 ધોરણમાં અભ્યાસ કરતાં નાના ભૂલકાઓને ડેન્ગ્યુ મલેરિયા સ્વાઇન ફ્લુ જેવા મચ્છરોનો ભય તેમજ એટલી હદે દુર્ગંધ ફેલાઈ રહી છે કે વિદ્યાર્થીને અભ્યાસ કરવામાં પણ પડતી મુશ્કેલીઓ જાણવા મળી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -