અમીરગઢ પોલીસે ગુરુવારે સાંજે ચેકપોસ્ટ પરથી ટ્રકમાં લઇ જવાતો દારૂ કબ્જે કર્યો છે. આ ટ્રકમાં દારૂની કુલ 450 પેટી મળી કુલ 47.98 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે. મળતી માહિતી અનુસાર અમીરગઢ પોલીસ ગુરુવારે સાંજે ચેકપોસ્ટ પર ચેકીંગ દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા ટ્રક નંબર PB.11.CJ.4051 ના ચાલકને રોકાવી તપાસ કરતા ટ્રક માંથી સ્પેરપાટ્સના કાર્ટૂન સહિત પ્લાસ્ટિકના કાર્ટૂનની આડમાં લઇ જવાતો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ ઝડપ્યો છે. તે બાદ ટ્રકની તપાસ કરતા કુલ 450 જેટલી પેટીઓ મળી આવી હતી. આમ 450 પેટી દારૂ કિંમત રૂ22.92000 ટ્રક કિંમત રૂ10.00.000 ફિલ્ટર સામાન રૂ 14.60.775 અને 46.000 પ્લાસ્ટિકના કેરેટ મળી કુલ રૂ 47.98.775 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ ટ્રક ચાલક સહિત ક્લીનરની અટકાયત કરી હતી. આ વિદેશી દારૂ ગુજરાતમાં કઈ જગ્યાએ ઠાલવવાનો હતો અને હરિયાણાના ક્યાં વિસ્તારમાંથી આ દારૂભરવા આવ્યો હતો અને તે કઈ દિશા લઈ જવામાં આવે છે તેની પોલીસ તપાસ હાથ ધરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -