બનાસકાંઠાના થરા-રાધનપુર હાઇવે ઉપર તેલ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં વાહનોને ભારે નુકશાન થયુ હતુ તેમજ ટેન્કરમાં ભરેલ તેલ ઢળી જતા લોકોએ તેલ લેવા પડા પડી કરી હતી.સદનસિબે મોટી જાન હાની ટળી હતી.બનાસકાંઠામાં અકસ્માતોનું પ્રમાણ દિન પ્રતિ દીન વધી રહ્યુ છે.જેમાં તાજેતરમાં અંબાજી બસ પલટી જતા બાવીસ જેટલા મુસાફરોનું મોત નિપજ્યા હતા.તે ઘટના લોકોના માનસ ઉપરથી વિસરાઇ પણ નથી ત્યા થરા રાધનપુર હાઇવે ઉપર તેલ ભરેલ ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેના પગલે આજુબાજુથી લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા.વાહનોમાં સવાર વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પરંતુ આ ઘટનાને પગલે આજુબાજુથી લોકો દોડી આવી તેલની બરણીઓ ભરવા માટે પડાપડી કરી હતી.આ ઘટનામાં સદનશીબે મોટી જાન હાની ટળી હતી.પરંતુ બંન્ને વાહનોને ભારે નુકસાન થયુ હતુ.આ ઘટનાને પગલે દોડી આવેલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.