દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહની 14 નવેમ્બરે ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી છે. આ બંનેએ ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી ભગવાનના દર્શન કરીને સેલિબ્રેટ કરવાનો નિર્ણય લીધો છે. સૌ પહેલાં દીપિકા-રણવીર પરિવાર સાથે આંધ્ર પ્રદેશમાં આવેલા તિરુપતિ મંદિરે ગયા હતાં. દીપિકા-રણવીરની મંદિરની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે……..દીપિકા તથા રણવીર નવદંપતી જેવા લાગ્યા હતાં. દીપિકાએ લાલ રંગની હેવી બોર્ડરવાળી સાડી પહેરી હતી. સાડી સાથે ગોલ્ડ જ્વેલરી પહેરી હતી. આ ઉપરાંત દીપિકાએ માથામાં સિંદૂર પણ પૂર્યું હતું તો રણવીરે રેડ-ક્રીમ રંગની શેરવાની પહેરી હતી.
રણવીરે પત્નીની સાડીના રંગ સાથે મેચ થાય તે રીતની શોલ ઓઢી હતી………રણવીર તથા દીપિકા તિરુપતિમાં આવેલા પદ્માવતી દેવીના મંદિરે પણ જશે. સૂત્રોના મતે, દીપિકા-રણવીર 15 નવેમ્બરે ગોલ્ડન ટેમ્પલ જશે અને એ જ દિવસે મુંબઈ પરત ફરશે………..ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 14-15 નવેમ્બરના રોજ દીપિકા તથા રણવીરે ક્લોઝ ફેમિલી મેમ્બર્સની હાજરીમાં ઈટલીના લેક કોમોમાં સાઉથ ઈન્ડિયન તથા સિંધી વિધિથી લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ તેમણે બેંગાલુરુ તથા મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું.