દુનિયાનું સૌથી ઊચું સ્ટેચ્યું જ્યારે ગુજરાતના આંગણે કેવડીયા ખાતે બન્યું છે ત્યારે આ સ્ટેચ્યું જોવા માટે દેશ વિદેશમાંથી સંખ્યા બંધ પ્રવાસીઓ સ્ટેચ્યુ ખાતે જતાં હોય છે. પ્રવાસીઓને સરળતાથી મુસાફરી કરી શકે તે હેતુ સાથે કરોડોના ખર્ચે રેલ્વે સ્ટેશન વિકાષિત કરવામાં આવી રહ્યું છે. આજ રોજ ડભોઇમાં જે ગાયકવાડી સાસણકાળનું એશીયાનું પ્રથમ નેરોગેજ રેલ્વે જંકશન હતું તેને બ્રોડગેજમાં રૂપાંતરીત કરી નવું કરવામાં આવી રહ્યું છે. તેની કામગીરી કેવી ચાલી રહી છે તે અંગેનું નિરીક્ષણ કરવા આજ રોજ ભારતના રેલ્વે મંત્રી સુરેશ.સી.અંઘાડી દ્વારા ડભોઇમાં બની રહેલ નવા જંકશનની મુલાકાત લેવામાં આવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -