દાંતા તાલુકાના માંકડી જયાં ગેરકાયદેસર તબીબોને ઝડપી લેવામાં આવ્યા છે. મંડાલી ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી બોગસ દવાખાના ચાલી રહ્યા છે. ડોકટરો પાસે કોઈ ડીગ્રી વગર દવાખાનાઓ ખોલીને બઠા છે. તો કેમ આ બાબત પર આરોગ્ય વિભાગ આંખ આડા કાન કરીને બેઠું છે. આ ડોકટરો ગરીબ લોકોની સાથે લૂંટ ચલાવી ઇન્જેક્શન અને બોટલ ચડાવવાના નામે 500 રૂપિયા પડાવી લેતો હતો. દાંતા તાલુકામાં આવા બોગસ 30થી 40 દવાખાનાઓ ચાલે છે. આ બાબત પર ડોક્ટરને પૂછવામાં આવતા જણાવે છે કે, અમે એસોસિએશનથી હપ્તા આપીને બોગસ દવાખાના ચલાવીએ છીએ. ઉલ્લેખનીય છે કે આવા બોગસ દવાખાના સામે તંત્ર કેમ પગલા નથી લેતી. આ બાબતે અનેક વાર રજુઆતો પણ કરવામાં આવી છે તો પણ ટીમ કોઈ તપાસ કરતી નથી. ત્યારે લોકોના મુખે તો એવું પણ સાંભળવા મળ્યું છે કે આ બોગસ દવાખાના આરોગ્ય વિચાગ ચલાવે છે. તમને જણાવી દઈએ કે દાંતા તાલુકાના મંડાલી, હડાદ, મંકોડી, જીતપુર, બામાદોર, કુવારસી જેવા ગામોમાં ધમધમી રહ્યા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -