પારડીના મોટાવાઘછીપા ગામે સડક ફળિયામાં ત્રણ ગાળાના મકાનમાં મઘરાતે આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. પારડી, વલસાડ અને ધરમપુર ફાયર ફાઈટરના લાશ્કરોએ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આ પહેલા મકાનો બળીને ખાખ થયા હતા. જેમાં તમામ ચીજવસ્તુ, રોકડ, બે બાઈક સહિતનો માલસામાન બળી ગયો હતો. મોટા વાઘછીપા ગામે સડક ફળિયામાં સુભાષ મોહનભાઈ પારેખ, કિશોર બાબુભાઈ પારેખ અને ગજાનંદ છગનભાઈ પારેખનું ત્રણ ગાળા મકાન આવેલું છે. સુભાષનો પિતરાઈ ભાઈ કિશોર, તેની પત્ની તથા ગજાનંદ પારેખના ભાડુઆત રમેશ યાદવનો પરિવાર વાહન મારફતે નાસિક, શીરડી જવા નીકળ્યા હતા. મધરાતે લગભગ દોઢ વાગ્યાની આસપાસ કિશોર પારેખના મકાનમાં અચાનક આગ સળગી ઉઠી હતી. ઘોર નિંદ્રામાં પોઢેલા સુભાષ પારેખ ઊંઘમાંથી જાગતા બળવાની ગંધ આવતા બહાર નીકળતા કિશોરના મકાનમાં આગ લાગી હોવાનું માલુમ પડયું હતું. તુરંત જ પત્નીને મકાનમાંથી બહાર કાઢી ભારે બુમાબુમા કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોત જોતામાં આગે તિવ્ર સ્વરૃપ ધારણ કરતા ત્રણ ગાળાનું આખું મકાન આગની લપેટમાં આવી જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પારડી ફાયર વિભાગનો બંબો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પણ બે જ કર્મચારીને કારણે કામગીરીમાં વિલંબ થતાં ધરમપુર અને વલસાડના બંબા ઘટના સ્થળે પહોંચી લાશ્કરોએ લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -