ગુરૂનાનક દેવ સાહેબના 550મો પ્રકાશ દિવસ નિમિતે મોરબીમાં સિંધી સમાજ દ્વારા ધાર્મિક મહોત્સવ યોજાયા હતા. જેમાં વિવિધ કાર્યક્રમોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારના ૪ કલાકે પ્રકાશ સાહેબ, નીતનેમ, આશાદિ વાર–કીર્તન અને સવારે ૫:૩૦ કલાકે અમ્રિતવેલાની અરદાસ કરાઈ હતી. તેમજ સવારના ૧૦:૩૦ કલાકે કીર્તન, બપોરના ૧૨ કલાકે લંગર પ્રસાદ-અખૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્વ પર સાંજે ૪:૩૦ કલાકે ગુરુનાનક સાહેબની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાએ ગુરુનાનક દરબાર સિંધ ભવનથી પ્રસ્થાન કર્યું હતું. તો રાત્રીના ૧૦થી ૧૨:૩૦ સુધી વિનુભાઈ જાંગીયાણી જામનગરવાળા ભગત સાહેબનો કાર્યક્રમ અને રાત્રે ૧:૨૦ કલાકે શ્રી ગુરુનાનક દેવ સાહેબના જન્મ સમયે ફૂલોની વર્ષા-આતિષબાજી તેમજ રાત્રે ૨ કલાકે સમાપ્તિ સમયે પ્રસાદનો ભાવિકો લાભ લેશે. આમ, સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -