વલસાડમાં તસ્કરો બેફામ બન્યા છે ત્યારે પોલીસ સ્ટેશનની નજીક આવેલી 4 દુકાનોને નિશાન બનાવી હતી અને એક જ રાતમાં 4 દુકાનોમાં હાથ સાફ કરી ફરાર થઈ ગયા છે. તસ્કરો પોલીસને ચેલેન્જ કરતા હોય તેમ પોલીસ સ્ટેશન નજીકની દુકાનોમાં જ હાથ ફેરો કર્યો હતો અને દુકાનમાં રહેલો સમાન અને મત્તા ચોરી ફરાર થઇ ગયા છે.ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વલસાડમાં તસ્કરોનો આંતક દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. જેને લઇને વલસાડ પોલીસ સામે અનેક સવાલ ઉઠી રહ્યાં છે. 4 જેટલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. પોલીસ મથકથી 100 મીટરના અંડરમાં દુકાનો આવેલી છે. તસ્કરોએ કપડાંની દુકાનો તેમજ આઈડિયા કેર નામક દુકાનમાં ચોરી કરી હતી. વલસાડ શહરમાં વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે. 4 જેટલી દુકાનોમાં અંદાજીત 40000 જેટલી ચોરી નોંધાઇ છે. વલસાડ પોલીસને ઘટનાની જાણ થતાંજ દોડતી થઇ હતી.